૮ મહિના પહેલાં જ અગિયારમા બાળકને જન્મ આપનારી મહિલાએ બારમી વાર પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી

20 May, 2025 01:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં મધર્સ ડેના દિવસે તેણે પોતાનાં ૧૧ બાળકો અને પતિ સાથે ઇન્સ્ટાગ્રામ પર બારમી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

કૉલિન્સ નામની મહિલા ઑલરેડી ૧૧ બાળકો પેદા કરવા માટે ફેમસ

અમેરિકાના સૅન ઑન્ટોનિયોમાં રહેતી કરિસા કૉલિન્સ નામની મહિલા ઑલરેડી ૧૧ બાળકો પેદા કરવા માટે ફેમસ છે. ૮ મહિના પહેલાં તેણે અગિયારમા બાળકને જન્મ આપ્યો હતો અને એ વખતે કહેલું કે હવે તે વધુ બાળકો નથી ઇચ્છતી. જોકે હજી આ વાતને એક વરસ પણ પૂરું નથી થયું અને કરિસાબહેને બારમી વારની પ્રેગ્નન્સી જાહેર કરી દીધી છે. કરિસાનું પહેલું બાળક તે પચીસ વર્ષની હતી ત્યારે અવતર્યું હતું. જોકે એ પછી તેણે ૨૭, ૨૮, ૨૯, ૩૧, ૩૪, ૩૫, ૩૬, ૩૯ અને ૪૦ વર્ષની ઉંમરે એમ કુલ ૧૧ બાળકો પેદા કર્યાં હતાં. તાજેતરમાં મધર્સ ડેના દિવસે તેણે પોતાનાં ૧૧ બાળકો અને પતિ સાથે ઇન્સ્ટાગ્રામ પર બારમી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

આટલાં બાળકોને સાચવવા ઉપરાંત કરિસા ફોટોગ્રાફી અને બ્યુટિક ચલાવીને ગુજરાન ચલાવે છે. સાથે હોમ-સ્કૂલિંગ પણ કરે છે. આ રીતે બાળકો પેદા કરવામાં ગૌરવ અનુભવતી કરિસાએ સોશ્યલ મીડિયામાં જબરી ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને સાવ જ બેજવાબદાર ગણાવી રહ્યા છે તો કેટલાક બાળકો માટેના તેના ઉત્સાહને બિરદાવે છે.

united states of america international news news world news childbirth instagram mothers day social media offbeat news