IT એન્જિનિયર બનેલી કન્યાએ નોકરી છોડીને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું

01 June, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક યુવતીએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટરમાં સફળ નોકરી છોડીને ઑટો ચલાવવાનું શરૂ કર્યું છે.

નેઝરીન

એક યુવતીએ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) સેક્ટરમાં સફળ નોકરી છોડીને ઑટો ચલાવવાનું શરૂ કર્યું છે. તેનું કહેવું છે કે આ કામથી તે ખૂબ ખુશ છે અને સુકૂન મહેસૂસ કરે છે. એન્જિનિયર ઑટોવાલીની સ્ટોરી નેઝરીન નામની એક મહિલાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. તેણે લખ્યું હતું કે આજે તેને એક મહિલા ઑટોડ્રાઇવર મળી. તેણે ૯ વર્ષ IT ક્ષેત્રે નોકરી કરી હતી. જોકે આ ક્ષેત્રમાં સ્ટ્રેસ અને કામનું દબાણ એટલું હતું કે તેની અંગત જિંદગી પર અસર પડી રહી હતી. આખરે તેણે નક્કી કરી લીધું કે મોટી સૅલેરી જરૂરી છે કે માનસિક શાંતિ? તેણે નોકરી છોડીને માનસિક શાંતિ પસંદ કરી લીધી. હવે તે પોતાની મરજી મુજબના કલાકો ઑટો ચલાવે છે અને મહિને આરામથી ૬૦,૦૦૦ રૂપિયા કમાઈ લે છે.

offbeat news india national news social media