બાળકના માથાને બનાવી દીધો પૃથ્વીનો નકશો

28 June, 2025 03:49 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

છોકરાના ડાબા કાનની તરફના ભાગમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ છે અને ત્યાંથી આગળ વધતાં આફ્રિકા અને જમણી તરફના કાન પાસે એશિયા ખંડ દેખાય છે

બાળકના માથાને બનાવી દીધો પૃથ્વીનો નકશો

કુશળ હેરસ્ટાઇલિસ્ટ તેને કહેવાય જે તમે ચાહો એ પ્રકારની સ્ટાઇલ તમારા માથામાં કરી આપે. જોકે એક હેરસ્ટાઇલિસ્ટે તો કમાલ જ કરી નાખી છે. લોકો દુનિયાનો નકશો જોઈને ક્યાં ફરવા જવું એ વિચારતા હોય છે, પણ આ હેરસ્ટાઇલિસ્ટે તો દુનિયાનો નકશો જ માથા પર રચી નાખ્યો છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે અને એ પૃથ્વીના ગોળા પર ચોક્કસ સાઇઝના દેશો કોતરાયેલા હોય છે. આ હેરસ્ટાઇલિસ્ટે અજીબોગરીબ સ્ટાઇલની સ્પર્ધામાં એક બાળકના માથા પર આખેઆખી દુનિયા જ રચી નાખી છે. દરેક ખંડ, દરેક દેશ અને એની આસપાસના નાના આઇલૅન્ડને પણ તેણે ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે અતિશય ટચૂકડા દ્વીપો એમાં બની શક્યા નથી. દુનિયાનો નકશો ધરાવતી હેરસ્ટાઇલ બનાવવાનું આસાન નથી. એમ છતાં સ્ટાઇલિસ્ટે ઘણું બારીક કામ કરવાની કોશિશ કરી છે. છોકરાના ડાબા કાનની તરફના ભાગમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ છે અને ત્યાંથી આગળ વધતાં આફ્રિકા અને જમણી તરફના કાન પાસે એશિયા ખંડ દેખાય છે. અલગથી નીચે ઑસ્ટ્રેલિયા ખંડ સમાવવાનો રહી ગયો છે, કેમ કે નીચેના ભાગ તરફ બાળકને બહુ પાંખા વાળ છે.

social media viral videos international news news world news offbeat news