વિશ્વની સૌથી મોટી માટીની પિગી બૅન્ક છે ૩૦ ટન વજનની

18 July, 2026 03:07 PM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

૨૯.૫ ફુટ ઊંચી અને ૩૪ ફુટ લાંબી માટીની પિગી બૅન્કને ભઠ્ઠીમાં શેકીને મજબૂત કરવામાં આવી છે

આ ગુલ્લકની અંદરની દુનિયા પણ સુંદર અને જોવાલાયક છે

કોલંબિયામાં માટીની એક એવી વિશાળ પિગી બૅન્ક બનાવવામાં આવી છે જેમાં લોકો અંદર ફરી પણ શકે છે. એનું વજન ૩૦ ટન જેટલું છે. એની વિશાળતા અને વજન બન્નેને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એને દુનિયાની સૌથી મોટી ગુલ્લકનો ખિતાબ આપવામાં આવ્યો છે. પિગી બૅન્કમાં હરતાં-ફરતાં લોકો એમાં પૈસા પણ નાખી શકે છે. એમાં જમા થયેલા પૈસા મૂંગા અને અસહાય પ્રાણીઓની દેખભાળ માટે વાપરવામાં આવે છે. ૨૯.૫ ફુટ ઊંચી અને ૩૪ ફુટ લાંબી માટીની પિગી બૅન્કને ભઠ્ઠીમાં શેકીને મજબૂત કરવામાં આવી છે. આ ગુલ્લકની અંદરની દુનિયા પણ સુંદર અને જોવાલાયક છે. એમાં સિરામિક કળાના ઇતિહાસ પર આધારિત એક ગૅલરી બનાવવામાં આવી છે. પિગી બૅન્કના નાક પર એક વ્યુ પૉઇન્ટ બનાવવામાં આવ્યો છે જ્યાંથી આસપાસના પહાડોનો મજાનો નજારો જોઈ શકાય છે. જો બહારથી કોઈ તમારો ફોટો લઈ શકતું હોય તો એ વ્યુ પૉઇન્ટ એક ઝરુખાની ગરજ સારે એવો છે.

colombia offbeat news news international news world news