વિશ્વની સૌથી ઘરડી મરઘી છે આ

18 April, 2026 01:35 PM IST  |  Maine | Gujarati Mid-day Correspondent

અમેરિકાના મેન રાજ્યમાં એક પાળેલી મરઘી એટલું લાંબું જીવી કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એનું નામ નોંધાઈ ગયું

ગર્ડી નામની આ મરઘીની ઉંમર છે ૧૫ વર્ષ ચાર મહિના

મરઘીનો ઉછેર એને મારી નાખવા માટે જ કરવામાં આવતો હોય છે, પરંતુ અમેરિકાના મેન રાજ્યમાં એક પાળેલી મરઘી એટલું લાંબું જીવી કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એનું નામ નોંધાઈ ગયું. ગર્ડી નામની આ મરઘીની ઉંમર છે ૧૫ વર્ષ ચાર મહિના. ફ્રૅન્ક ટ્યુરક નામના ભાઈ એક બચ્ચાના રૂપમાં ગર્ટીને પોતાના ઘરે લાવ્યા હતા. આ ગર્ટી બહુ મળતાવડી અને લીડરશિપ ક્વૉલિટીવાળી હતી. ફ્રૅન્કના ઘરે જેટલી પણ મરઘીઓ હતી એને તે સાચવતી. કોઈ નવી વ્યક્તિ ઘરમાં આવી હોય તો લાડ લડાવવા ગર્ટી પહોંચી જતી. એને કારણે ફ્રૅન્કના ઘરે અનેક મરઘીઓ આવી અને જતી રહી, ગર્ટીનું સ્થાન બરકરાર રહ્યું. એક તબક્કા પછી તો પરિવારજનોમાં પણ એ ખૂબ પ્રિય થઈ ગઈ. જોકે હવે એની ઉંમર થઈ ગઈ છે. ૨૦૨૪થી એ હવે બહાર કૂદાકૂદ નથી કરતી. ઘરમાં જ એના માટે એક વાડો તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર એને અન્ય શિકારી કૂતરા અને પશુઓથી સંભાળીને રાખવામાં આવે છે. ઉંમરને કારણે ગર્ટીની દૃષ્ટિ નબળી પડી રહી છે, પરંતુ માલિકનો પ્રેમ એટલો છે કે બન્નેને સેપરેટ કરવા મુશ્કેલ છે.

પહેલાં સૌથી ઉંમરવાળી મરઘીનો રેકૉર્ડ પર્લ નામની મરઘીના નામે હતો. એ ૧૪ વર્ષ દસ મહિના જીવી હતી. 

united states of america guinness book of world records offbeat news international news world news news