જિમ્નેશ્યમમાં ચોરી કરતાં પકડાયેલા ચોર પાસે આકરી કસરત કરાવી, ચોરે રડતાં-રડતાં દયાની ભીખ માગી

15 July, 2025 11:57 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

તે રેકૉર્ડિંગ કરનાર વ્યક્તિને પગે લાગવાનો પ્રયાસ કરતો અને તીવ્ર વર્કઆઉટ કરવાની સજાને કારણે ભારે પીડાથી રડતો પણ જોવા મળે છે.

જિમના માલિકે ચોરને જિમમાં વર્કઆઉટ કરવાની ફરજ પાડી

બંગલાદેશના કોક્સ બજારના એક જિમ્નેશ્યમમાં ચોરી કરતી વખતે પકડાયેલા યુવકને જિમના માલિકે અનોખી સજા કરી. આ ચોરને પોલીસ પાસે લઈ જવાને બદલે જિમના માલિકે ચોરને જિમમાં વર્કઆઉટ કરવાની ફરજ પાડી. આ સજાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ચોરને તેના ગુના માટે પરસેવો પાડવા મજબૂર કરવામાં આવ્યો હતો. વિડિયોમાં દેખાય છે કે ચોરને સંપૂર્ણ વર્કઆઉટ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ચોરને અલગ-અલગ કસરત કરવાની ફરજ પાડવામાં આવે છે.

 

આવી આકરી સજાથી થાકી ગયેલા ચોરે આંસુભરી આંખો સાથે સજા બંધ કરાવવાની વિનંતી કરી હતી. ચોર વિડિયો રેકૉર્ડ કરનાર વ્યક્તિને વિનંતી કરતો અને તેને જવા દેવાની આજીજી કરતો જોવા મળે છે. તે રેકૉર્ડિંગ કરનાર વ્યક્તિને પગે લાગવાનો પ્રયાસ કરતો અને તીવ્ર વર્કઆઉટ કરવાની સજાને કારણે ભારે પીડાથી રડતો પણ જોવા મળે છે.

bangladesh viral videos social media international news news world news offbeat news