09 November, 2025 11:47 AM IST | China | Gujarati Mid-day Correspondent
ચીનના ઝોઉ મિન્ગશિન્ગ
કળા જેના હૃદયમાં હોય તેમને કંઈ પણ કામ કરવાનું હોય એમાં આર્ટિસ્ટિક ટચ આવી જ જાય. ચીનના ઝોઉ મિન્ગશિન્ગ નામના એક ભાઈ કૉર્ન-આર્ટિસ્ટ છે. તેઓ મકાઈ કે અન્ય કોઈ પણ ધાન્યના દાણા જમીન પર એવી રીતે પાથરે છે કે જાયન્ટ ચહેરાઓ કે પંખીઓની આકૃતિ ઊપસે. પોતાના ઘરની બહાર કે જાહેર સ્થળોએ કૉન્ક્રીટના રોડ પર તે અનાજના દાણા વાપરીને પંખીઓ અને માણસોના પોર્ટ્રેટ પણ તૈયાર કરે છે.