06 December, 2025 01:10 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફિલ્મનો ખાસ શો કોઈ માણસો માટે કે અમુક-તમુક વર્ગના લોકો માટે રાખવામાં આવે એ સમજ્યા, પણ ચીનમાં તો એક મૂવીનું સ્ક્રીનિંગ ખાસ પાળેલા ડૉગીઝ માટે રાખવામાં આવ્યું છે. ઝુટોપિયા-2 ઍનિમેટેડ મૂવી છે જેને ડૉગીઝ ખૂબ પસંદ કરી રહ્યા છે. એટલે ચીનમાં ખાસ ડૉગીઝ માટે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. એમાં લોકો પોતાના પાળેલા ડૉગીઝને એ ફિલ્મનાં કેટલાંક પાત્રોની જેમ સજાવીને થિયેટર લઈ આવ્યા હતા. ફિલ્મ દરમ્યાન સીટ પર ડાઇપર, પૅડ, વાઇપ્સ રાખવામાં આવ્યાં હતાં જેથી થિયેટર ગંદું ન થાય. નાના કદનાં, શરમાળ અને ડરપોક કૂતરાઓ માટે અલગ ઝોન બનાવવામાં આવ્યો છે જેથી ફિલ્મ ચાલુ હોય એ દરમ્યાન અંદરોઅંદર કોઈ મગજમારી ન થાય. આ ફિલ્મે છ દિવસમાં લગભગ ૨૪૭૪ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે.