15 July, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામેની બે મૅચની યુથ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. તેણે સ્પિનર તરીકે ૧૩ ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ૧૪ વર્ષ ૧૦૭ દિવસની ઉંમરે યુથ ટેસ્ટમાં ભારત માટે વિકેટ લેનાર તે યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. ઓવરઑલ પાકિસ્તાની પ્લેયર મહમૂદ મલિક (૧૯૯૪) અને હિદાયતુલ્લાહ ખાન (૨૦૦૩) ૧૩ વર્ષની ઉંમરે યુથ ટેસ્ટમાં વિકેટ લઈ ચૂક્યા છે.
કૅપ્ટન આયુષ મ્હાત્રેની સદીની મદદથી ભારતે પહેલી ઇનિંગ્સમાં ૫૪૦ રન બનાવ્યા હતા. એશિયાની બહાર ભારતીય અન્ડર-19 ટીમના પાંચ ભારતીય બૅટર્સે પહેલી વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાનો પણ રેકૉર્ડ કર્યો હતો. ત્રીજા દિવસની રમતમાં ઇંગ્લૅન્ડ ૪૩૯ રને ઑલઆઉટ થયું હતું.