✕

૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી પહેલી વખત કૅપ્ટન બન્યો

07 November, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી બે મૅચ માટેની ૧૭ સભ્યોની બિહારની સિનિયર સ્ક્વૉડ માટે ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટમાં પહેલી વખત વૈભવ સૂર્યવંશીને કોઈ ઑફિશ્યલ કૅપ્ટન્સીની જવાબદારી મળી છે.

વૈભવ સૂર્યવંશી

૧૪ નવેમ્બરથી શરૂ થતી ૨૦ ઓવરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટ માટે બિહાર ક્રિકેટ બોર્ડે મોટી જાહેરાત કરી છે. પહેલી બે મૅચ માટેની ૧૭ સભ્યોની બિહારની સિનિયર સ્ક્વૉડ માટે ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટમાં પહેલી વખત વૈભવ સૂર્યવંશીને કોઈ ઑફિશ્યલ કૅપ્ટન્સીની જવાબદારી મળી છે. અગાઉ વૈભવ રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી દરમ્યાન વાઇસ-કૅપ્ટન રહ્યો છે. દુલીપ ટ્રોફીમાં ફાઇનલ મૅચ દરમ્યાન ઈશાન કિશનની ગેરહાજરીમાં તે સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન પણ બન્યો હતો.

vaibhav sooryavanshi t20 bihar indian cricket team cricket news sports news sports ranji trophy duleep trophy