15 April, 2026 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચ દરમ્યાન લાઇવ કૅમેરા સામે જીભ દેખાડીને મશ્કરી કરતો જોવા મળ્યો હતો વૈભવ સૂર્યવંશી
બિહારના ૧૫ વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશી વિશે મોટા અહેવાલ છે. અહેવાલ અનુસાર વૈભવ સૂર્યવંશી જૂનમાં ભારત માટે રમનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બની શકે છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભારતીય ટીમના સિલેક્ટર્સે તેને આયરલૅન્ડ સામેની બે મૅચની T20 સિરીઝ માટે શૉર્ટલિસ્ટ કર્યો છે. આ બે T20 મૅચ ૨૬ અને ૨૮ જૂને આયરલૅન્ડમાં રમાવાની છે.
ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવાનું ગમતું નથી વૈભવ સૂર્યવંશીને
સોમવારની મૅચ સહિત જ્યારે પણ રાજસ્થાન રૉયલ્સની હરીફ ટીમ પહેલાં બૅટિંગ કરે છે ત્યારે ઓપનર વૈભવ સૂર્યવંશી ડગઆઉટમાં બેસે છે અને બીજી ઇનિંગ્સમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમે છે. રાજસ્થાનના ટીમ-મૅનેજમેન્ટે ખુલાસો કર્યો છે કે ‘વૈભવને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પોતાનો ઉપયોગ થાય છે એ ગમતું નથી. તે ફીલ્ડિંગ નથી કરી શકતો એ વાતથી નાખુશ છે. એવું નથી કે તે ખરાબ ફીલ્ડર છે, તેને ફીલ્ડિંગ કરવાનું ગમે છે.’