21 November, 2026 09:48 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ
યજમાન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજથી બે ડિસેમ્બર દરમ્યાન પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. અગાઉ ૩ વન-ડે મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડ ૨-૧થી જીત્યું હતું. મેલબર્નથી શરૂ થનારી
T20 સિરીઝની તમામ મૅચો ભારતીય સમય અનુસાર બપોરે ૧.૪૫ વાગ્યાથી શરૂ થશે.
આ બન્ને ટીમો વચ્ચે આઠમી વખત T20 સિરીઝ રમાશે. પહેલી વખત આ ટીમો એકબીજા સામે પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. અગાઉ ૩ સિરીઝ બે-બે મૅચોની અને ૪ સિરીઝ ત્રણ-ત્રણ મૅચોની રમાઈ હતી. સાતમાંથી બે સિરીઝ ઇંગ્લૅન્ડે (૨૦૨૦, ૨૦૨૩) અને ૧ સિરીઝ ઑસ્ટ્રેલિયા (૨૦૧૪)એ જીતી હતી. ૨૦૨૪ની અંતિમ સિરીઝ સહિત ૪ સિરીઝ ડ્રૉ પણ રહી છે.
ઑસ્ટ્રેલિયાની ધરતી પર આ બન્ને ટીમો ૩ T20 સિરીઝ રમી છે. છેલ્લી ૨૦૨૩ની સિરીઝમાં ઇંગ્લૅન્ડ જીત્યું હતું. ૨૦૧૪ની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. ૨૦૧૧ની સિરીઝ ડ્રૉ રહી હતી.
આ દેશોની મેન્સ ટીમો વચ્ચે ૨૬ T20 મૅચ રમાઈ છે અને બન્નેએ એકસરખી ૧૨-૧૨ મૅચો જીતી છે. બે મૅચો નો-રિઝલ્ટ રહી હતી.