23 November, 2025 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રેન્ડ્લી મૅચ બાદ દુલ્હા-દુલ્હન ટીમ, જેમિમા રૉડ્રિગ્સ અને શ્રેયંકા પાટીલ, મેંદી-સેરેમની દરમ્યાન સ્મૃતિ સાથે ભારતીય ટીમ.
ભારતીય ક્રિકેટર સ્મૃતિ માન્ધના અને સંગીતકાર પલાશ મુચ્છલની પ્રીવેડિંગ-સેરેમનીના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. મેંદી-સેરેમની પહેલાં દુલ્હા અને દુલ્હનની ટીમ વચ્ચે ક્રિકેટ-ટર્ફમાં ફ્રેન્ડ્લી મૅચ રમાઈ હતી. વર્લ્ડ કપ ચૅમ્પિયન સ્મૃતિ માન્ધનાની ટીમે આ મૅચમાં પલાશની મેન્સ ટીમ સામે જીત નોંધાવી હતી. મૅચ બાદ સ્મૃતિ માન્ધના પોતાની સાથી પ્લેયર્સ સાથે પલાશની મશ્કરી કરતી પણ જોવા મળી હતી.
ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવતી મહિલા ક્રિકેટર્સ મેંદી-સેરેમનીમાં અપ્સરા જેવા લુકમાં જોવા મળી હતી. દુલ્હન સ્મૃતિથી લઈને સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સના લુક અને હાથની મેંદીએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. પલાશની બહેન અને પ્રખ્યાત સિંગર પલક મુચ્છલ અને તેના પતિ સંગીતકાર મિથુન શર્માએ પણ આ સ્ટાર કપલ સાથેનો ક્યુટ ફોટો શૅર કર્યો હતો.