12 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૪૧ વર્ષના એ.બી. ડિવિલિયર્સે ૧૫ છગ્ગા ફટકારી ૨૮ બૉલમાં ૧૦૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર બૅટર એ.બી. ડિવિલિયર્સે ત્રણ વર્ષ ચાર મહિના બાદ ક્રિકેટના મેદાન પર બૅટિંગ કરીને ધમાલ મચાવી છે. એક ચૅરિટી મૅચ દરમ્યાન તેણે ટાઇટન્સ લેજન્ડ્સ ટીમ માટે ૧૫ છગ્ગાની મદદથી ૨૮ બૉલમાં ૧૦૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણીતા આ ક્રિકેટરે ૪૧ વર્ષની ઉંમરે ૩૬૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૭૮ રન ખડકી દીધા હતા. જવાબમાં હરીફ ટીમ ધ બુલ્સે ૧૪ ઓવરમાં ૧૨૫/૮ રનનો સ્કોર કર્યો ત્યાર બાદ વરસાદને કારણે મૅચ આગળ રમી શકાઈ નહોતી.