13 December, 2025 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યુવરાજ સિંહની ૪૪મી વર્ષગાંઠ પર અભિષેક શર્માએ પોતાના મેન્ટર સાથેનો આ ફોટો શૅર કર્યો હતો.
ભારતીય ટીમના યંગ ઓપનર અભિષેક શર્માના પપ્પા અને તેના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. દીકરાનાં ગુણગાન ગાતાં તેઓ કહે છે, ‘અભિષેક એવી ઉંમરે ઊંચા શૉટ સાથે સિક્સ ફટકારતો હતો જ્યારે છોકરાઓ હજી બૉલને પકડવાનું શીખી રહ્યા હોય છે. આ તેની કુશળતા વિશે ઘણુંબધું કહી જાય છે.`
રાજકુમાર શર્મા આગળ કહે છે, ‘અભિષેકનો દિવસ સવારે ૪ વાગ્યાથી શરૂ થાય છે. સવારે જિમ અને કસરતથી લઈને દોડવા અને સ્વિમિંગ સુધી બધું કરીને તે ખેલાડી તરીકે સતત સુધારો કરવા માટે શક્ય એટલું બધું કરે છે. આજે પણ જો યુવરાજ સિંહને લાગે કે અભિષેકે ભૂલ કરી છે તો તે ફોન ઉપાડે છે અને તેને ખખડાવે છે. અભિષેક પણ તેનાથી ડરે છે.’
બ્રાયન લારા અભિષેકને આૅલ-ફૉર્મેટ ખેલાડી માને છે. બન્ને વચ્ચે ફોન પર કલાકો સુધી વાત થાય છે. લારા અભિષેકને લાંબા ફૉર્મેટમાં પણ વાઇટ બૉલની સ્ટાઇલમાં રમવાની સૂચના આપે છે.
- અભિષેક શર્માના પપ્પા રાજકુમાર શર્મા