આજે આપણે સૂરમા એટલે કે વૉરિયર્સની જેમ રમવાનું છે

19 September, 2026 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અફઘાનીઓ સામે ૩૦ બૉલમાં સેન્ચુરી ફટકારતાં પહેલાં અભિષેક શર્માએ ટીમ ઇન્ડિયાને પંજાબીમાં કહ્યું હતું કે...આજે આપણે સૂરમા એટલે કે વૉરિયર્સની જેમ રમવાનું છે

સેન્ચુરી ફટકાર્યા પછી હેલ્મેટ-ગ્લવ્ઝ કાઢીને મેદાન પર સાધુ મુદ્રામાં બેસીને ઓમ નમ: શિવાય બોલ્યો હતો અભિષેક શર્મા.

અફઘાનિસ્તાન સામે અંતિમ મૅચ પછી અભિષેક શર્મા પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝ બન્ને અવૉર્ડની સન્માનિત થયો હતો. ત્રીજી T20માં ૩૦ બૉલમાં સદી ફટકારનાર અભિષેક શર્માએ આખી સિરીઝમાં ૨૨૯ રન કર્યા હતા. 
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે અભિષેક શર્માનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. મૅચ પહેલાંની મેદાન પરની પરંપરાગત મીટિંગમાં અભિષેક શર્માને સ્પીચ આપવા કહેવામાં આવ્યું હતું. અભિષેક શર્માએ પંજાબી ભાષામાં સ્પીચ આપીને સૌને હસાવ્યા હતા.

અભિષેક શર્માએ સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે ‘આજે આપણે સૂરમાની જેમ એટલે કે વૉરિયર્સની જેમ રમવાનું છે. વૉરિયર્સ ક્યારેય કોઈના પર દયા કરતા નથી. આજે દર્શકોનું ભરપૂર મનોરંજન કરવાનું છે.’

10
મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ પ્લસ રનની આટલી જીત મેળવવાના મામલે ભારતે કૅનેડાની બરાબરી કરી. 

6
T20 ફૉર્મેટમાં ૧૦ સદી ફટકારનાર આટલામો પ્લેયર બન્યો અભિષેક શર્મા. ભારતીય તરીકે વિરાટ કોહલીએ પણ ૧૦ T20 સદી કરી છે. 

અફઘાનિસ્તાનને મળી T20ની સૌથી મોટી હાર 
ભારત સામે ૨૨૨ રનનો પીછો કરતાં ગુરુવારે અફઘાનિસ્તાન ૧૪.૧ ઓવરમાં ૯૪ રનના સ્કોરમાં ઢેર થઈ ગયું હતું. ભારત સામે અફઘાનિસ્તાન પહેલી વખત ૧૦૦ રનની અંદર ઑલઆઉટ થયું હતું. અગાઉ ૨૦૨૨માં તેઓએ ભારત સામે લોએસ્ટ ૧૧૧/૮નો સ્કોર કર્યો હતો. ભારત સામે મળેલી ૧૨૭ રનની હાર અફઘાનિસ્તાનની T20ની સૌથી મોટી હાર હતી. અગાઉ તેઓ ૨૦૧૨માં ઇંગ્લૅન્ડ સામે ૧૧૬ રને હાર્યા હતા. 

abhishek sharma afghanistan Bharat india cricket news sports news sports t20 international