અબુ ધાબી T20 લીગમાં ભારતના જૂના જોગી હરભજન, શ્રીસાન્ત અને પીયૂષ ચાવલા રમશે

19 November, 2025 08:59 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અનુભવી અને યંગ પ્લેયર્સનું મિશ્રણ કરીને આઠ ટીમ બનાવવામાં આવી છે

શ્રીસાન્ત, હરભજન અને પીયૂષ ચાવલા

અબુ ધાબી T10 લીગની નવમી સીઝન ૧૮થી ૩૦ નવેમ્બર દરમ્યાન રમાશે. આ ફાસ્ટેસ્ટ લીગમાં આન્દ્રે રસેલ, કાઇરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, શાકિબ-અલ-હસન જેવા ગ્લોબલ સ્ટાર રમતા જોવા મળશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ હરભજન સિંહ, પીયૂષ ચાવલા અને એસ. શ્રીસાન્તની ટીમો આજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

અનુભવી અને યંગ પ્લેયર્સનું મિશ્રણ કરીને આઠ ટીમ બનાવવામાં આવી છે. એસ્પેન સ્ટેલિયન્સે હરભજન સિંહને, અજમાન ટાઇટન્સે ​​પીયૂષ ચાવલાને અને વિસ્ટા રાઇડર્સે એસ. શ્રીસાન્તને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. શ્રીસાન્ત પોતાની ટીમના નેતૃત્વ-ગ્રુપનો ભાગ પણ બન્યો છે. ભારતના આ ત્રણેય બોલર્સ ભારતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમનો ભાગ રહ્યા છે. 

abu dhabi t20 harbhajan singh s sreesanth piyush chawla cricket news sports sports news