ચાર વર્ષ બાદ મેદાન પર એકસાથે રમશે અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટર્સ

29 January, 2025 08:27 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ મહિલા ક્રિકેટર્સે ક્રિકેટ સાથે પોતાના દેશને છોડીને કૅનબેરા અને મેલબર્નમાં શરણ લેવી પડી હતી.

અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટર્સ નાહિદા સપન અને ફિરોઝા અમીરીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

૩૦ જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાના મેલબર્નના ધ જંક્શન ઓવલના મેદાન પર અફઘાનિસ્તાનની મહિલા ટીમ અને ક્રિકેટ વિધાઉટ બૉર્ડર્સ ઇલેવનની ટીમ વચ્ચે T20 મૅચ રમાશે. આ મૅચની મદદથી અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટર્સ ચાર વર્ષ બાદ મેદાન પર એકસાથે રમતી જોવા મળશે. ૨૦૨૧માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ મહિલા ક્રિકેટર્સે ક્રિકેટ સાથે પોતાના દેશને છોડીને કૅનબેરા અને મેલબર્નમાં શરણ લેવી પડી હતી.

૩૦ જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરના સમયે ટેસ્ટ-મૅચ શરૂ થાય એ પહેલાં અફઘાનિસ્તાનની આ મહિલા ટીમ ધ જંક્શન ઓવલમાં T20 મૅચ રમશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને આશા છે કે આ મૅચ દર વર્ષે રમાશે અને અફઘાનિસ્તાનની મહિલા ટીમને ઇન્ટરનૅશનલ સ્તરે રમવાની તક મળશે. તાલિબાનના આદેશ અનુસાર મહિલાઓને ક્રિકેટ રમવાની પરવાનગી નથી જેના વિરોધમાં ઑસ્ટ્રેલિયાની મેન્સ ટીમ અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, માત્ર ICC ટુર્નામેન્ટમાં તેમનો સામનો કરે છે.

afghanistan cricket news melbourne t20 sports news sports