✕

ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં ૫૦૦+ રન ફટકારનાર પહેલી ટીમ બની ઝિમ્બાબ્વે

11 November, 2026 12:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રેગ ઇર્વિનની ડબલ સેન્ચુરીની મદદથી પાંચમા દિવસે પણ બૅટિંગ ચાલુ રાખીને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચ ડ્રૉ કરી

ક્રેગ ઇર્વિને ૨૦૬ રન ફટકાર્યા હતા.

શારજાહમાં અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ ડ્રૉ રહી છે. પાંચમા દિવસે ૧૬૪-૩ના સ્કોરથી શરૂઆત કરનાર ઝિમ્બાબ્વેએ અંત સુધી બૅટિંગ કરીને બીજી ઇનિંગ્સમાં ૫૨૩-૫નો સ્કોર કર્યો હતો. બૅટિંગ ચાલુ રાખીને આ ટીમે ટાર્ગેટ આપવાનું ટાળ્યું હતું. પહેલી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાને ૫૧૪ રન અને ઝિમ્બાબ્વેએ ૫૦૪ રન કર્યા હતા. 
પહેલી વખત એક ટેસ્ટ-મૅચમાં ત્રણ ઇનિંગ્સમાં ૫૦૦ પ્લસ રન જોવા મળ્યા છે. ઝિમ્બાબ્વે ટેસ્ટ-ક્રિકેટની પહેલી ટીમ બની છે જેણે એક ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં ૫૦૦+ રન કર્યા હોય.  
ક્રેગ ઇર્વિને ૨૭૯ બૉલમાં ૨૩ ફોર, બે સિક્સની મદદથી પોતાની ૨૦૬ રનની અણનમ બેસ્ટ ઇનિંગ્સ રમી હતી. વેસ્લી માધીવેરી ૧૦૮ બૉલમાં બે ફોર, ૩ સિક્સના સહારે ૧૦૦ રનનું અણનમ યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાનનું ૮ બોલર્સનું બોલિંગ-યુનિટ પાંચમા દિવસે માત્ર બે વિકેટ લઈ શક્યું હતું. 

cricket news sports news sports test cricket sharjah afghanistan