✕

અફઘાનિસ્તાન, બંગલાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે આજથી ત્રિકોણીય વન-ડે સિરીઝ શરૂ થશે

17 October, 2026 07:11 PM IST  |  Abu dhabi | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં આજથી ૨૩ ઑક્ટોબર દરમ્યાન ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાશે. અફઘાનિસ્તાન, બંગલાદેશ, ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝની દરેક મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. દરેક ટીમ બે હરીફ ટીમો સામે એક-એક મૅચ રમશે.

અબુ ધાબીમાં ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાશે.

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં આજથી ૨૩ ઑક્ટોબર દરમ્યાન ત્રિકોણીય વન-ડે સિરીઝ રમાશે. અફઘાનિસ્તાન, બંગલાદેશ, ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝની દરેક મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. દરેક ટીમ બે હરીફ ટીમો સામે એક-એક મૅચ રમશે એટલે કે દરેક ટીમ બે-બે મૅચ રમશે. ટોટલ ત્રણ વન-ડે મૅચમાં સૌથી વધુ જીત અને સારો નેટ રનરેટ ધરાવતી ટીમ વચ્ચે ૨૩ ઑક્ટોબરે ફાઇનલ મૅચ રમાશે.ત્રણેય દેશ વચ્ચે પહેલી વખત વન-ડે ફૉર્મેટની ત્રિકોણીય સિરીઝ રમાશે. બંગલાદેશ, ઝિમ્બાબ્વે અગાઉ આવી ત્રણ ત્રિકોણીય સિરીઝમાં એકબીજા સાથે રમ્યાં છે.

afghanistan bangladesh zimbabwe abu dhabi sports news sports cricket news united states of america