15 October, 2025 07:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હરીફ ટીમના ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીર
હેડ કોચ ગૌતમ ગંભીરને તેની ૪૪મી વર્ષગાંઠ પર ટીમ ઇન્ડિયા તરફથી સિરીઝ-જીતની ગિફ્ટ મળી હતી. જીત બાદ તેણે વેસ્ટ ઇન્ડીઝના ડ્રેસિંગ રૂમમાં જઈને તેમના નિરાશ પ્લેયર્સમાં જોશ ભરવાનું કામ કર્યું હતું. હરીફ ટીમના હેડ કોચ ડૅરેન સૅમીના કહેવા પર પ્રેરણા આપવા પહોંચેલા ગંભીરે એમ પણ કહ્યું હતું કે ‘વેસ્ટ ઇન્ડીઝને વર્લ્ડ ક્રિકેટની નહીં પણ વર્લ્ડ ક્રિકેટને વેસ્ટ ઇન્ડીઝની જરૂર છે.’ કૅરિબિયન ટીમ મેદાન પરના પ્રદર્શન અને આર્થિક રીતે પણ સંઘર્ષનો સામનો કરી રહી છે.