કેટલાક લોકો મારી વિરુદ્ધ એજન્ડા ચલાવી રહ્યા છે, મારી સફળતાથી તેમને ઈર્ષા થાય છે: અજિંક્ય રહાણે

04 April, 2026 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે તેના પ્રદર્શન અને કૅપ્ટન્સીને કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘૨૦૨૩થી મારો સ્ટ્રાઇક-રેટ ખૂબ સારો રહ્યો છે....`

કલકત્તાના હેડ કોચ અભિષેક નાયર અને CEO વેન્કી મૈસૂરે અજિંક્ય રહાણેને ૨૦૦મી IPL મૅચ બદલ ૨૦૦ નંબરની સ્પેશ્યલ જર્સી ગિફ્ટ કરી

કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે તેના પ્રદર્શન અને કૅપ્ટન્સીને કારણે ટીકાનો સામનો કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘૨૦૨૩થી મારો સ્ટ્રાઇક-રેટ ખૂબ સારો રહ્યો છે. જે લોકો આ વિશે વાત કરી રહ્યા છે તેઓ કદાચ મૅચ પણ જોતા નથી અથવા કદાચ તેમનો મારી સામે કોઈ ચોક્કસ એજન્ડા છે. તેમને મારી રમવાની શૈલી પસંદ નથી. તેમને મને રમતાં જોવાનો આનંદ નથી થતો. મને લાગે છે કે તેઓ ફક્ત મેં મેળવેલી સફળતાની ઈર્ષા કરે છે.’

અજિંક્યએ વધુમાં કહ્યું હતું કે ‘અજિંક્ય રહાણે તેની રમતમાં આ હદ સુધી સુધારો કરશે એવી તે લોકોને અપેક્ષા નહોતી. મને ખુશી છે કે તેઓ મારા વિશે વાત કરી રહ્યા છે, પછી ભલે એ નકારાત્મક હોય કે સકારાત્મક. તેમને વાત કરવા દો.’

અજિંક્ય રહાણે હૈદરાબાદ સામે ૧૦ બૉલમાં ૮ રન કરીને આઉટ થયો હતો. જોકે તેણે મુંબઈ સામેની પહેલી મૅચમાં ૧૬૭.૫૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૦ બૉલમાં ૬૭ રન કર્યા હતા.

૪૦ મૅચ બાદ સૌથી અસફળ ભારતીય કૅપ્ટન
IPLમાં ૪૦ મૅચમાં કૅપ્ટન્સી કર્યા બાદ સૌથી વધુ મૅચ હારનાર કૅપ્ટન્સના લિસ્ટમાં શ્રીલંકાના કુમાર સંગાકારા બાદ અજિંક્ય રહાણે બીજા ક્રમે છે. પહેલી ૪૦ મૅચમાંથી કુમાર સંગાકારાને ૨૬ હાર અને અજિંક્ય રહાણેને પચીસ હાર મળી છે. IPLમાં કૅપ્ટન તરીકે અજિંક્ય રહાણે ૧૪ મૅચ જ જીતી શક્યો છે. 

ajinkya rahane kolkata knight riders IPL 2026 cricket news sports news