IPL 2026ના ઇન્જર્ડ પ્લેયર્સના લિસ્ટમાં KKRનો પેસ બોલર આકાશ દીપ પણ જોડાયો

22 March, 2026 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ મૅચમાં તેણે પહેલી ઇનિંગ્સમાં ફક્ત ૧૩ ઓવર અને બીજી ઇનિંગ્સમાં ૭થી ઓછી ઓવર બોલિંગ કરી હતી. BCCIના સેન્ટર ઑફ ઍક્સલન્સમાં રીહૅબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.

આકાશ દીપ

કોલકાતા નાઇટ રાઇડર્સના ફાસ્ટ બોલિંગ યુનિટને વધુ એક ફટકો પડ્યો છે. પેસ બોલર આકાશ દીપ IPL 2026ના ઇન્જર્ડ પ્લેયર્સના લિસ્ટમાં જોડાયો છે. જોકે તે ટુર્નામેન્ટમાં રમશે કે નહીં એ વિશે ટીમ દ્વારા કોઈ ઑફિશ્યલ નિવેદન સામે આવ્યું નથી. અહેવાલો અનુસાર કમરના નીચેના ભાગમાં ખેંચાણને કારણે તે ઓછામાં ઓછાં ૮ અઠવાડિયાં માટે મેદાનથી દૂર રહી શકે છે. એટલે IPL સહિત જૂનની શરૂઆતમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં તેની ભાગીદારી પર પણ ગંભીર શંકા ઊભી થઈ છે. ૨૯ વર્ષનો આ ખેલાડી છેલ્લે જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે બંગાળ તરફથી રણજી ટ્રોફી સેમી-ફાઇનલમાં જોવા મળ્યો હતો. એ મૅચમાં તેણે પહેલી ઇનિંગ્સમાં ફક્ત ૧૩ ઓવર અને બીજી ઇનિંગ્સમાં ૭થી ઓછી ઓવર બોલિંગ કરી હતી. BCCIના સેન્ટર ઑફ ઍક્સલન્સમાં રીહૅબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે.

akash deep kolkata knight riders lucknow super giants IPL 2026 sports news sports