ચેન્નઈના ટૉપ-ઑર્ડરને ધરાશાયી કરનાર આકાશ સિંહની ચબરખીમાં શું લખ્યું હતું?

16 May, 2026 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સના ટૉપ ઑર્ડરના બૅટર્સ સંજુ સૅમસન, ઋતુરાજ ગાયકવાડ અને ઉર્વિલ પટેલની વિકેટ લીધા બાદ ડાબોડી ફાસ્ટ બોલર આકાશ મહારાજ સિંહ છવાઈ ગયો હતો.

ચેન્નઈના ટૉપ-ઑર્ડરને ધરાશાયી કરનાર આકાશ સિંહની ચબરખીમાં શું લખ્યું હતું

ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સના ટૉપ ઑર્ડરના બૅટર્સ સંજુ સૅમસન, ઋતુરાજ ગાયકવાડ અને ઉર્વિલ પટેલની વિકેટ લીધા બાદ ડાબોડી ફાસ્ટ બોલર આકાશ મહારાજ સિંહ છવાઈ ગયો હતો. રાજસ્થાનના ૨૪ વર્ષના આ બોલરે દરેક વિકેટ બાદ એક ચબરખી ખિસ્સામાંથી કાઢીને વારંવાર દેખાડી હતી.
 
આ ચબરખીમાં લખ્યું હતું, ‘#Akkionfire આકાશ નોઝ હાઉ ટુ ટેક વિકેટ્સ ઇન T20 ગેમ.’ ૨૦૨૧માં રાજસ્થાન રૉયલ્સ તરફથી એકમાત્ર ડેબ્યુ મૅચ રમ્યા બાદ તે ૨૦૨૩માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૬ મૅચ રમ્યો હતો. ૨૦૨૫માં લખનઉ માટે ત્રણ મૅચ રમ્યા બાદ આ સીઝનમાં પહેલી જ મૅચમાં તેણે પોતાની IPL-કરીઅરના બેસ્ટ બોલિંગ આંકડા ૨૬-૩ નોંધાવ્યા હતા. ૧૧ IPL મૅચમાં તેણે અત્યાર સુધી ૧૨ વિકેટ લીધી છે. 

sanju samson ruturaj gaikwad chennai super kings IPL 2026 cricket news sports news