ઇંગ્લૅન્ડના મૉડર્ન યુગનો બેસ્ટ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ થઈ ગયો રિટાયર

30 June, 2026 10:46 AM IST  |  Nottingham | Gujarati Mid-day Correspondent

ચોથા દિવસની રમત દરમ્યાન રિટાયરમેન્ટ જાહેર કરી ચૂકેલા બેન સ્ટોક્સે કન્ફર્મ કર્યું છે કે તે કાઉન્ટી ક્રિકેટ સહિત T20 લીગોમાં રમતો રહેશે

બેન સ્ટોક્સે છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચમાં ઓપનિંગ કરીને ૨૦ બૉલમાં ૩૦ રન ઝૂડ્યા

ન્યુ ઝીલૅન્ડ સામેના ૩૭૩ રનના ટાર્ગેટને ચેઝ કરવા દરમ્યાન બેન ડકેટ સાથે ઓપનિંગ કરવા ઊતરીને કૅપ્ટન બેન સ્ટોક્સે સૌને ચોંકાવી દીધા હતા. તેણે બીજી ઇનિંગ્સમાં ૨૦ બૉલમાં બે ફોર અને બે સિક્સના આધારે ૩૦ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં તેણે ૩૩ બૉલમાં ૧૫ રન કર્યા હતા. આ મૅચમાં તેણે ૬ વિકેટ લીધી હતી.

ચોથા દિવસની રમત દરમ્યાન રિટાયરમેન્ટ જાહેર કરી ચૂકેલા બેન સ્ટોક્સે કન્ફર્મ કર્યું છે કે તે કાઉન્ટી ક્રિકેટ સહિત T20 લીગોમાં રમતો રહેશે. નાઇટક્લબ વિવાદ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ હારને કારણે તેની કૅપ્ટન્સી પર ખતરો હતો. જોકે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેને કૅપ્ટન તરીકે જાળવી રાખીને નવી તક આપી હતી. 

બેન સ્ટોક્સનો ઇન્ટરનૅશનલ રેકૉર્ડ

૧૨૧ ટેસ્ટ-મૅચ

૭૨૨૮ રન અને ૨૪૬ વિકેટ

૧૧૪ વન-ડે

૩૪૬૩ રન અને ૭૪ વિકેટ

૪૩ T20

૫૮૫ રન અને ૨૬ વિકેટ

 

ben stokes england new zealand test cricket cricket news sports sports news