10 December, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેડ કોચ અમોલ મુઝુમદાર
ભારતને વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 જિતાડવામાં મોટી ભૂમિકા ભજવનાર દીપ્તિ શર્મા વિશે હેડ કોચ અમોલ મુઝુમદારે રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘હું દીપ્તિ શર્માને સ્ટોક્સી કહીને બોલાવું છું, કારણ કે ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ અને તેનામાં ઘણી સમાનતાઓ છે.’
અમોલ મુઝુમદારે આગળ કહ્યું હતું કે ‘મેં IPLમાં રાજસ્થાન રૉયલ્સમાં હોવા દરમ્યાન બેન સ્ટોક્સ સાથે થોડું કામ કર્યું છે. મને તેના અને દીપ્તિમાં કેટલીક સમાનતાઓ જોવા મળી. બન્ને ડાબા હાથે બૅટિંગ કરે છે અને જમણા હાથે બોલિંગ કરે છે. બન્ને છઠ્ઠા ક્રમે બૅટિંગ કરે છે અને તેઓ સૌથી મહેનતુ ક્રિકેટર્સ છે. બન્ને ક્યારેય મૅચ રમવાનું ચૂકતાં નથી અને સૌથી અગત્યનું બન્નેનો થ્રો પણ સરખો છે.’
BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં શ્રીલંકા સામેની સિરીઝની તૈયારી શરૂ કરી છે દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શફાલી વર્મા અને રેણુકા સિંહ ઠાકુરે
દીપ્તિ શર્મા શાનદાર ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીતી હતી.