✕

એશિયન ગેમ્સ ક્રિકેટમાં ૪ સેમી-ફાઇનલિસ્ટોમાંથી માત્ર ભારતના પ્લેયર્સ પાસે જપાનમાં રમવાનો અનુભવ

01 October, 2026 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેમી-ફાઇનલમાં હારનાર ટીમો બ્રૉન્ઝ મેડલ મૅચમાં ટકરાશે.

શ્રીલંકાનો કૅપ્ટન સહાન અરાચિગે (ઉપરથી ડાબે), બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ (ઉપરથી જમણે), ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર (નીચેથી ડાબે), પાકિસ્તાનનો કૅપ્ટન સાહિબઝાદા ફરહાન

કોરોગી સ્પોર્ટ્‍સ પાર્કમાં આજે એશિયન ગેમ્સ 2026ના મેન્સ ક્રિકેટની બે સેમી-ફાઇનલ રમાશે. સવારે ૫.૩૦ વાગ્યાથી પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે અને સવારે ૧૦ વાગ્યાથી ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટેનો જંગ જામશે. ચારેય ટીમો એક પણ બૉલ રમ્યા વગર સેમી-ફાઇનલમાં પહોંચી છે. ચારેય સેમી-ફાઇનલિસ્ટોમાંથી માત્ર ભારત પાસે જપાનમાં રમવાનો અનુભવ છે. બાવીસ સપ્ટેમ્બરે ભારતે યજમાન જપાન સામે વરસાદથી પ્રભાવિત પાંચ-પાંચ મૅચની થ્રિલર મૅચ રમી હતી. 

આજે નિશિનમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે વરસાદ કે ભીના આઉટફીલ્ડને કારણે મૅચ પ્રભાવિત થાય તો સુપર ઓવરથી પણ વિજેતા શોધવાનો પ્રયાસ થશે. જો સુપર ઓવર રમવાની પણ પરિસ્થિતિ નહીં હશે તો બેસ્ટ ICC રૅન્કિંગ ધરાવતી ટીમો તરીકે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એન્ટ્રી કરશે. સેમી-ફાઇનલમાં હારનાર ટીમો બ્રૉન્ઝ મેડલ મૅચમાં ટકરાશે. 

sports news sports cricket news asian games