મૅચ-ફીના ૨૦ ટકાનો દંડ થયો અંગક્રિશ રઘુવંશીને

28 April, 2026 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવાદાસ્પદ રીતે આઉટ આપવામાં આવ્યો એ પછી જાહેરમાં આક્રોશ ઠાલવવાની સજા મળી...

મૅચ-ફીના ૨૦ ટકાનો દંડ થયો અંગક્રિશ રઘુવંશીને

ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ હેઠળ રવિવારે વિવાદિત રીતે આઉટ થનાર કોલકાતા નાઇટ રાઇડર્સના વિકેટકીપર-બૅટર અંગક્રિશ રઘુવંશીને ગઈ કાલે મોટો દંડ થયો હતો. આચારસંહિતાની કલમ ૨.૨ હેઠળ લેવલ-વનના ગુના બદલ તેને મૅચ-ફીના ૨૦ ટકાનો દંડ અને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે.

લખનઉ સુપર જાયન્ટ્સ સામે ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ હેઠળ આઉટ થયા બાદ તેણે બાઉન્ડરી કુશન પર પ્રહાર કર્યા બાદ ડગઆઉટમાં હેલ્મેટ પણ ફેંકી હતી. નિયમો અનુસાર મૅચ દરમ્યાન ક્રિકેટ સાધનો, ગ્રાઉન્ડ સાધનોનો દુરુપયોગ કરવા બદલ તેને આ દંડ થયો હતો. ત્રીજા ક્રમે રમતો અંગક્રિશ રઘુવંશી ૮ બૉલમાં એક ફોરની મદદથી ૯ રન જ કરી શક્યો હતો. વર્તમાન સીઝનની ૮ મૅચમાં તેણે બે ફિફટીના આધારે ૨૦૯ રન કર્યા છે. 

kolkata knight riders lucknow super giants board of control for cricket in india IPL 2026 cricket news sports news