શું પંડ્યા-બ્રધર્સ વચ્ચે ઑલ ઇઝ નૉટ વેલ?

12 March, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે ફાઇનલમાં મોટા ભાઈ કૃણાલ પંડ્યા અને તેના પરિવારની ગેરહાજરીને લીધે થવા લાગી છે આવી ચર્ચા

બન્ને ભાઈઓ વચ્ચે હંમેશાં ખૂબ જ સારું બૉન્ડિંગ જોવા મળતું હોય છે

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ઉજવણીમાં લગભગ દરેક ભારતીય ખેલાડીઓની સાથે તેમનો પરિવાર જોડાયો હતો, પણ હાર્દિક પંડ્યાનો મોટા ભાઈ કૃણાલ ક્યાંય નજરે ન પડતાં સોશ્યલ મીડિયામાં બન્ને ભાઈઓ વચ્ચે બધું સમુંસૂતરું ન હોવાની ચર્ચાઓ થવા લાગી છે.

બન્ને ભાઈઓ વચ્ચે હંમેશાં ખૂબ જ સારું બૉન્ડિંગ જોવા મળતું હોય છે અને લગભગ દરેક મેજર ઇવેન્ટ વખતે કૃણાલ પત્ની અને બાળકો સાથે દેખાતો જ હોય છે, પણ આ વખતે મેદાનમાં તેની ગેરહાજરીએ ચાહકોના મનમાં શંકાઓ પેદા કરી દીધી છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ કૃણાલ કે તેની પત્નીએ હાર્દિકને અભિનંદન આપતી એક પણ પોસ્ટ પણ શૅર ન કરતાં આ શંકાઓ વધુ દૃઢ થવા લાગી છે.

અત્યાર સુધી બન્ને ભાઈઓમાં ખૂબ સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ હોવાનું જોવા મળ્યું છે. બન્નેએ તેમની IPL કરીઅરની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતાં કરી હતી અને વર્ષો સુધી સાથે રમ્યા હતા. વારેતહેવારે પણ બન્ને ભાઈઓ સહપરિવાર ઉજવણી કરતા ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરતા હોય છે.

શું માહિકા છે વિલન?

બન્ને ભાઈઓ વચ્ચેના ખટાશભર્યા સંબંધો માટે હાર્દિકની હાલની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ચર્ચાઓ પ્રમાણે હાર્દિકના મેકઅપ મૅનની મિત્ર માહિકાએ ધીરે-ધીરે બન્ને ભાઈઓ વચ્ચે સંબંધો વણસાવ્યા અને ત્યાર બાદ હાર્દિકને પૂરેપૂરો તેના કાબૂમાં કરી લીધો છે. મનાઈ છે કે હાર્દિકનો તેની પ્રથમ પત્ની નતાશાથી ડિવૉર્સ લેવાનો નિર્ણય કૃણાલ અને તેની પત્નીને જરાય પસંદ નહોતો. ત્યારથી બન્ને ભાઈઓના સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. કૃણાલનો પરિવાર અનેક વાર નતાશા સાથે હળતોમળતો જોવા મળતો હોય છે અને તેમની વચ્ચેના સબંધો ખૂબ જ સારા છે.

નતાશા બાદ માહિકાની હાર્દિકના જીવનમાં એન્ટ્રી કૃણાલને જરાય પસંદ નહોતી અને ત્યાર બાદ બન્ને ભાઈઓ વચ્ચે સંબંધો વધુ વણસી ગયા હોવાનું મનાય છે.

હાર્દિકે રવિવારે પણ તેની સફળતાનું સંપૂર્ણ શ્રેય માહિકાને જ આપ્યું હતું. 

hardik pandya krunal pandya celebrity divorce relationships mahieka sharma cricket news sports sports news