વૃદ્ધ ક્રિકેટ-ફૅનને પગે લાગીને છવાઈ ગયો અર્શદીપ સિંહ

05 January, 2026 12:42 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ભારતના નંબર વન T20 ઇન્ટરનૅશનલ બોલર અર્શદીપ સિંહે એ વૃદ્ધ મહિલા ક્રિકેટ-ફૅનને પગે લાગીને આશીર્વાદ લીધા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

વિજય હઝારે ટ્રોફીની મૅચ માટે જયપુર પહોંચેલો અર્શદીપ સિંહ હાલમાં સોશ્યલ મીડિયા પર એક વર્તનને કારણે છવાઈ ગયો છે. પ્રૅક્ટિસ-સેશનથી પાછા ફરી રહેલા અર્શદીપ સિંહને રસ્તામાં એક વૃદ્ધ મહિલા ક્રિકેટ-ફૅન મળી હતી.

ભારતના નંબર વન T20 ઇન્ટરનૅશનલ બોલર અર્શદીપ સિંહે એ વૃદ્ધ મહિલા ક્રિકેટ-ફૅનને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. વૃદ્ધ મહિલા ક્રિકેટ-ફૅને અર્શદીપ સિંહ સાથે ફોટો પણ પડાવ્યો હતો. ક્રિકેટ-ફૅન્સ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અર્શદીપ સિંહની નમ્રતા અને સાંસ્કૃતિક મૂલ્યોની પ્રશંસા કરી રહ્યા છે.

arshdeep singh vijay hazare trophy jaipur cricket news sports sports news social media