15 April, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૉડલ સમરીન કૌર સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો અર્શદીપ
પંજાબ કિંગ્સના પેસ બોલર અર્શદીપ સિંહના ડેટિંગના અહેવાલો સાચા સાબિત થયા છે. અર્શદીપ સિંહ હાલમાં ચંડીગઢ ઍરપોર્ટ પર ટીમ સાથે ટ્રાવેલ કરવા દરમ્યાન મૉડલ સમરીન કૌર સાથે જોવા મળ્યો હતો. થોડા સમય પહેલાં અર્શદીપ સિંહે સ્નૅપચૅટ પર એક મહિલાનો હાથ પકડીને ફોટો શૅર કર્યો હતો. મહિલાના હાથ પર જે ટૅટૂ હતું એ સમરીન કૌરના હાથ જેવું જ હતું અને ત્યારથી જ બન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું છે એવા અહેવાલ આવ્યા હતા.