02 December, 2025 12:21 PM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
સ્ટીવ સ્મિથ
ઑસ્ટ્રેલિયાના સ્ટેન્ડ-ઇન કૅપ્ટન સ્ટીવ સ્મિથે સંકેત આપ્યો છે કે તે ઇંગ્લૅન્ડ સામેની આગામી ડે-નાઇટ ટેસ્ટ-મૅચમાં આઇ બ્લૅક ઍન્ટિ-ગ્લેર સ્ટિકર પહેરીને ઊતરશે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ બૅટ્સમૅન શિવનારાયણ ચંદરપૉલ આવા કાળા રંગના, ચીકણા નાના પટ્ટા આંખા પાસે પહેરતો હતો. આંખ પાસે પહેરવામાં આવતાં ઍન્ટિ-ગ્લેર સ્ટિકર સૂર્યપ્રકાશ અને સ્ટેડિયમની ફ્લડલાઇટ્સની ચમક ઘટાડવાનું કામ કરે છે જેનાથી પ્લેયર બૉલને સ્પષ્ટ જોઈ શકે છે.
સ્ટીવ સ્મિથ બીજી મૅચની તૈયારી દરમ્યાન આ ઍન્ટિ-ગ્લેર સ્ટિકર પહેરીને નેટ-સેશનમાં ઊતર્યો હતો. ઍશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મૅચમાં પણ તે કૅપ્ટન્સી કરતો જોવા મળશે. ઍશિઝમાં કૅપ્ટન તરીકે અપરાજિત રહેવાનો રેકૉર્ડ જાળવી રાખીને તેણે ઑસ્ટ્રેલિયાને પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ અપાવી હતી.