બંગલાદેશે ટ્રોફી જીતવાની રેસમાં ટકી રહેવા માટે આજે જીતવું જરૂરી

16 September, 2025 11:44 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ 2024 બાદ આ ફૉર્મેટમાં બન્ને ટીમ પહેલી વખત ટકરાશે

બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ અને અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન

આજે T20 એશિયા કપ 2025ની ગ્રુપ-Bની ટીમ અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની મૅચ અબુ ધાબીમાં સાંજે ૮ વાગ્યે શરૂ થશે. લિટન દાસની આગેવાની હેઠળની બંગલાદેશી ટીમે હૉન્ગકૉન્ગ સામે શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ શ્રીલંકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. એના કારણે ગ્રુપ સ્ટેજની તેમની આ છેલ્લી મૅચ સારા નેટ રનરેટ સાથે જીતવી પડશે. અફઘાનિસ્તાન હૉન્ગકૉન્ગ સામે વિજયી શરૂઆત કર્યાના એક અઠવાડિયા બાદ પોતાની બીજી મૅચ રમવા ઊતરશે.

T20 વર્લ્ડ કપ 2024 બાદ આ ફૉર્મેટમાં બન્ને ટીમ પહેલી વખત ટકરાશે. બન્ને ટીમ વચ્ચે ૧૨ T20 મૅચ રમાઈ છે જેમાંથી અફઘાનિસ્તાન સાત અને બંગલાદેશ પાંચ મૅચ જીત્યું છે. બન્ને ટીમ T20 એશિયા કપમાં માત્ર એક વખત વર્ષ ૨૦૨૨માં શારજાહમાં રમી હતી જેમાં અફઘાની ટીમે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. 

asia cup t20 asia cup 2025 bangladesh afghanistan cricket news sports news sports