21 November, 2025 02:34 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કતરના દોહામાં આયોજિત રાઇઝિંગ સ્ટાર મેન્સ T20 એશિયા કપ 2025માં આજે બે સેમી ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યે ભારત-બંગલાદેશ અને સાંજે ૮ વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે રસાકસી જોવા મળશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન અફઘાનિસ્તાન ઓછા નેટ રનરેટને કારણે ગ્રુપ Aમાં ત્રીજા ક્રમે રહ્યું છે.
પહેલાં ઇમર્જિંગ એશિયા કપના નામે ઓળખાતી આ ટુર્નામેન્ટની તમામ ૬ સીઝનની સેમી ફાઇનલમાં પાકિસ્તાન રમ્યું છે અને એ બે વખત ચૅમ્પિયન બન્યું છે. બે વખતનું ચૅમ્પિયન શ્રીલંકા અને પહેલી સીઝનનું ચૅમ્પિયન ભારત માત્ર એક-એક સીઝનમાં સેમી ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. એક પણ ટાઇટલ ન જીતનાર બંગલાદેશ ચાર વખત સેમી ફાઇનલ રમ્યું છે.