ઝામ્બિયામાં રમાશે એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝન

22 July, 2026 11:42 AM IST  |  Lusaka | Gujarati Mid-day Correspondent

૬ દેશ-આધારિત ટીમોની આ લીગ અગાઉ આ વર્ષે મે મહિનામાં કેન્યામાં રમાવાની હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝન માટે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. આગામી ૩૦ જુલાઈથી ૧૦ ઑગસ્ટ વચ્ચે એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝન સાઉથ આફ્રિકન દેશ ઝામ્બિયાના લુસાકામાં યોજાશે. પહેલી સીઝન ગયા વર્ષે રાજસ્થાનમાં રમાઈ હતી જેમાં ઇન્ડિયન રૉયલ્સને હરાવીને ધ એશિયન સ્ટાર્સ ચૅમ્પિયન બન્યા હતા.

૬ દેશ-આધારિત ટીમોની આ લીગ અગાઉ આ વર્ષે મે મહિનામાં કેન્યામાં રમાવાની હતી. જોકે લૉજિસ્ટિકલ પડકારો અને મિડલ-ઈસ્ટના દેશોની લડાઈને કારણે લીગને મોકૂફ રાખવામાં આવી હતી. બરોડાનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુસુફ પઠાન ઇન્ડિયન રૉયલ્સની આગેવાની કરશે. અંબાતી રાયુડુ, નમન ઓઝા અને ઋષિ ધવન પણ ઇન્ડિયન રૉયલ્સ માટે રમશે. 

cricket news sports sports news yusuf pathan ambati rayudu