ક્રિકેટના મેદાનમાંથી રોબોડૉગનો સંદેશ : Assam Needs You

05 August, 2026 06:09 PM IST  |  Dispur | Gujarati Mid-day Correspondent

આસામ પ્રીમિયર લીગ દરમિયાન રોબોડૉગ પર ‘Assam Needs You’નો સંદેશ દર્શાવી પૂરગ્રસ્ત લોકોને મદદ અને એકતાનો માનવતાવાદી સંદેશ આપવામાં આવ્યો.

ક્રિકેટના મેદાનમાંથી રોબોડૉગનો સંદેશ : Assam Needs You

આસામમાં વિનાશકારી પૂરના સંઘર્ષ વચ્ચે યોજાઈ રહેલી આસામ પ્રીમિયર લીગની સીઝનમાં અનોખું દૃશ્યો જોવા મળ્યું હતું. IPL પછી ભારતની લગભગ દરેક T20 લીગમાં રોબોડૉગ હોય છે. 
આસામ પ્રીમિયર લીગની શરૂઆતની મૅચમાં રોબોડૉગ પર એક સંદેશ લખીને મેદાન પર મૂકવામાં આવ્યો હતો. આ સંદેશમાં લખ્યું હતું કે ‘આસામને તમારી જરૂર છે.’
આનો ઉદ્દેશ્ય હતો કે સ્ટેડિયમની દીવાલોની બહાર એક મહત્ત્વપૂર્ણ માનવતાવાદી સંદેશ પહોંચાડવા આવે. આસામના ઘણા સમુદાયો હજુ પણ પૂરનાં પરિણામોનો સામનો કરી રહ્યા છે અને તેમને સહાનુભૂતિ, સમર્થન અને એકતાની જરૂર છે. સંદેશનો હેતુ દેશભરના નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનોને અપીલ કરવાનો હતો કે તેઓ આસામને તેમના વિચારોમાં રાખે અને રાહત અને પુનર્વસન પ્રયાસોમાં શક્ય હોય એ રીતે યોગદાન આપે.

assam floods in india cricket news sports news sports t20