બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ માટે કાંગારૂઓએ ૧૩ સભ્યોની ટીમ જાહેર કરી

22 July, 2026 11:46 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડમાં કૅપ્ટન પૅટ કમિન્સ, સ્પિનર નૅથન લાયન અને ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડે વાપસી કરી છે

ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડમાં કૅપ્ટન પૅટ કમિન્સ, સ્પિનર નૅથન લાયન અને ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડે વાપસી કરી છે

ઑસ્ટ્રેલિયાએ ઑગસ્ટમાં બંગલાદેશ સામે રમાનારી બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે સ્ક્વૉડની જાહેરાત કરી છે. આ સ્ક્વૉડમાં માત્ર ૧૩ સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. ૧૩થી ૨૬ ઑગસ્ટ દરમ્યાન બંગલાદેશ આ સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયા જશે.

ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડમાં કૅપ્ટન પૅટ કમિન્સ, સ્પિનર નૅથન લાયન અને ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડે વાપસી કરી છે. તેઓ ઇન્જરીને કારણે ટેસ્ટ-ટીમમાંથી બહાર હતા.

ઑસ્ટ્રેલિયાની ૧૩ સભ્યોની સ્ક્વૉડ: પૅટ કમિન્સ (કૅપ્ટન), સ્કૉટ બૉલૅન્ડ, ઍલેક્સ કૅરી, કૅમરન ગ્રીન, જૉશ હેઝલવુડ, ટ્રૅવિસ હેડ, જૉશ ઇંગ્લિસ, માર્નસ લબુશેન, નૅથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ, બો વેબસ્ટર. 

australia bangladesh test cricket pat cummins travis head steve smith mitchell starc cricket news sports sports news