બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જૉશ હેઝલવુડનું કમબૅક

13 August, 2026 02:51 PM IST  |  Darwin | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાએ જાહેર કરેલી પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન પૅટ ‌કમિન્સ અને નૅથન લાયનની પણ ઇન્જરી બાદ વાપસી

બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જૉશ હેઝલવુડનું કમબૅક

આજથી શરૂ થઈ રહેલી બંગલાદેશ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનની ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી હતી, જેમાં ઇન્જરીને લીધે ૧૧ મહિના સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેનાર જૉશ હેઝલવુડનું કમબૅક થયું છે. ઍશિઝ સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થઈને આઉટ થનાર કૅપ્ટન પૅટ કમિન્સ અને અનુભવી સ્પિનર નૅથન લાયનની પણ વાપસી થઈ છે. હેઝલવુડને લીધે સારા ફૉર્મ છતાં પેસબોલર સ્કૉટ બૉલૅન્ડને બહાર બેસવું પડશે. 
૨૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ રમી રહેલી બંગલાદેશની ટીમને જરાય હળવાશથી લીધા વગર કાંગારૂઓએ અનુભવી અને મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. 

australia bangladesh test cricket pat cummins cricket news sports news sports