14 September, 2021 05:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટિમ પેઇન
ગરદનમાં થતા દુખાવામાંથી છુટકારો મેળવવા ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-કૅપ્ટન ટિમ પેઇન આજે સર્જરી કરાવશે. ૩૭ વર્ષના પેઇનને વિશ્વાસ છે કે ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડ સામે રમાનાનારી ઍશિઝ ટેસ્ટ સિરીઝ પહેલાં તે સંપૂર્ણપણે સાજો થઈ જશે. ડોકની નસમાં થતા દુખાવામાં રાહત મેળવવા આ સર્જરી કરાવવામાં આવી છે. કરોડરજ્જુના સર્જ્યન અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટની મેડિકલ ટીમ વચ્ચે સર્જરીને લઈને સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. સર્જરી બાદ આ મહિનાના અંત સુધીમાં તે શારીરિક પ્રવૃત્તિ કરી શકશે અને ઑક્ટોબરથી સંપૂર્ણપણે ટ્રેઇનિંગમાં ભાગ લઈ શકશે.