✕

સાઉથ આફ્રિકામાં પહેલી ઇનિંગ્સનો ૪૨૦ પ્લસ રનનો મૅજિકલ આંકડો પાર કર્યો કાંગારૂઓએ

30 October, 2026 09:26 AM IST  |  Captown | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં ૧૪૦-૪ના સ્કોર સાથે ૪૦ રનની લીડ મેળવી.

જૉશ ઇંગ્લિસે ૧૦૨ રન કરીને ટેસ્ટ-કરીઅરની બીજી સદી નોંધાવી

કેપટાઉન ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસના અંતે યજમાન સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે ૪૦ રનની લીડ મેળવી હતી. કાંગારૂઓએ પહેલી ઇનિંગ્સમાં ૧૨૫.૧ ઓવરની રમત રમીને ૪૨૯-૧૦નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૨૯-૧૦નો સ્કોર કરનાર યજમાને બીજી ઇનિંગ્સમાં ૪૭ ઓવરની રમત સુધીમાં ૪ વિકેટે ૧૪૦ રન કર્યા હતા. સાઉથ આફ્રિકામાં હજી સુધી કોઈ ટીમ ૪૨૦ પ્લસ રનનો મૅજિકલ આંકડો પહેલી ઇનિંગ્સમાં પાર કર્યા પછી મૅચ નથી હારી.

કાંગારૂ ટીમે દિવસની શરૂઆત ૩૩૦-૪ના સ્કોરથી કરી અને પાંચમી વિકેટની ૧૮૫ રનની ભાગીદારીને આધારે મોટો સ્કોર કર્યો હતો. જૉશ ઇંગ્લિસે ૧૩૫ બૉલમાં ૧૦૨ રન અને ઍલેક્સ કૅરીએ ૧૬૮ બૉલમાં ૮૦ રન કર્યા હતા. સ્પિનર સાઇમન હાર્મરે ૪ વિકેટ અને માર્કો યાન્સેને ૩ વિકેટ ઝડપી હતી. 

બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૧૧૫ બૉલમાં ૩૫ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. ઑસ્ટ્રેલિયા માટે મિચલ સ્ટાર્કે બે વિકેટ અને જૉશ હેઝલવુડ, નૅથન લાયને ૧-૧ વિકેટ લીધી હતી.

south africa australia cape town test cricket sports sports news cricket news