12 July, 2025 01:45 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્ક
યજમાન વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી બન્ને ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયાએ ૨-૦થી ત્રણ મૅચની સિરીઝ પર કબજો કર્યો છે. ભારતીય સમય અનુસાર ૧૩ જુલાઈએ મોડી રાતે ૧૨ વાગ્યે બન્ને ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. આ મૅચ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની ૧૦૦મી ટેસ્ટ-મૅચ હશે, તે ગ્લેન મૅક્ગ્રા પછી ૧૦૦ ટેસ્ટ રમનાર બીજો ઑસ્ટ્રેલિયન ઝડપી બોલર બનશે.
આ વિશે વાત કરતાં ૩૫ વર્ષના મિચલ સ્ટાર્કે કહ્યું કે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક પણ ટેસ્ટ-મૅચ રમીશ. આટલી બધી મૅચ રમવી એ એક મોટું સન્માન છે.
ટેસ્ટ-ક્રિકેટ રમવું કદાચ સૌથી મુશ્કેલ ફૉર્મેટ છે. મેં જેટલાં વર્ષો ફ્રૅન્ચાઇઝ-ક્રિકેટ ગુમાવ્યું મને એનો બિલકુલ અફસોસ નથી. પાછળ જોઉં છું તો મને ફૅમિલી સાથે સમય વિતાવવાનો પણ સમય મળ્યો એથી હું એને બદલીશ નહીં.’ 395 ૯૯ ટેસ્ટમાં આટલી વિકેટ લીધી છે મિચલ સ્ટાર્કે.