શ્રીલંકાની ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી મોટી હાર

02 February, 2025 09:33 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટમાં કાંગારૂ ટીમે એક ઇનિંગ્સ અને ૨૪૨ રનથી જીત મેળવી

પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૨૪૨ રનથી મળેલી જીત ટેસ્ટ-ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયાની ચોથી સૌથી મોટી જીત છે

ગૉલ સ્ટેડિયમમાં આયોજિત બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં શ્રીલંકા સામે મહેમાન ટીમ ઑસ્ટ્રેલિયાએ ૧-૦થી લીડ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમે પહેલો દાવ ૬ વિકેટે ૬૫૪ રન પર ડિકલેર કર્યો હતો. વરસાદથી પ્રભાવિત ત્રીજા દિવસની રમતમાં ૪૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૬ રનનો સ્કોર કરનાર શ્રીલંકન ટીમે ચોથા દિવસે પહેલી ઇનિંગ્સમાં ૫૨.૨ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૬૫ રનનો જ સ્કોર કર્યો હતો. ૪૮૯ રન પાછળ હોવાથી યજમાન ટીમને ફૉલો-ઑન મળ્યું, પણ બીજી ઇનિંગ્સમાં ૫૪.૩ ઓવરમાં ૨૪૭ રનમાં સમેટાઈ જતાં આ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૨૪૨ રનથી મળેલી જીત ટેસ્ટ-ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયાની ચોથી સૌથી મોટી જીત છે. એશિયામાં અને એશિયન ટીમ સામે પણ કાંગારૂ ટીમની આ સૌથી મોટી ટેસ્ટ-જીત છે. જોકે શ્રીલંકા માટે આ તેમની ટેસ્ટ-ઇતિહાસની સૌથી મોટી હાર છે. આ પહેલાં ૨૦૧૭માં નાગપુરમાં તેમને ભારત સામે ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

200
આટલી વિકેટ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં લેનાર પહેલો સ્પિનર બન્યો નૅથન લાયન (૨૦૩ વિકેટ) અને ૨૦૦ પ્લસ વિકેટનો આંકડો પાર કરનાર પહેલો બોલર બન્યો.

australia sri lanka test cricket cricket news sports news sports