24 October, 2025 10:05 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
ડેક્કન ચાર્જર્સના જૂના જોગી
ઍડીલેડમાં બીજી વન-ડે મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેન્ટેટર ઍડમ ગિલક્રિસ્ટે સ્ટાર બૅટર રોહિત શર્મા સાથે ફોટો અને વિડિયો લીધો હતો. સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં બન્ને IPLની પોતાની જૂની ટીમ ડેક્કન ચાર્જર્સની મીઠી ક્ષણો યાદ કરતા જોવા મળ્યા હતા. રોહિત ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ગિલક્રિસ્ટની આગેવાની હેઠળની આ ટીમનો ભાગ હતો. ૨૦૦૯માં આ ટીમે IPL ટાઇટલ પણ જીત્યું હતું.
|
વન-ડેમાં હાઇએસ્ટ રન સ્કોરર ઓપનર તરીકે, ગાંગુલી અને ગિલક્રિસ્ટને એકસાથે પાછળ છોડી દીધા રોહિત શર્માએ |
||
|
નામ |
ઇનિંગ્સ |
રન |
|
સચિન તેન્ડુલકર |
૩૪૦ |
૧૫,૩૧૦ |
|
સનથ જયસૂર્યા |
૩૮૩ |
૧૨,૭૪૦ |
|
ક્રિસ ગેઇલ |
૨૭૪ |
૧૦,૧૭૯ |
|
રોહિત શર્મા |
૧૮૬ |
૯૨૧૯ |
|
ઍડમ ગિલક્રિસ્ટ |
૨૫૯ |
૯૨૦૦ |
|
સૌરવ ગાંગુલી |
૨૩૬ |
૯૧૪૬ |