✕

ભૂતપૂર્વ કાંગારૂ બૅટર ક્રિસ લિનને કોકેનના સેવન માટે એક મહિનાના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો

07 November, 2026 11:05 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

૧૮ જુલાઈએ ફાઇનલ-ડેના દિવસે ક્રિસ લિને નિયમિત ઍન્ટિ-ડોપિંગ ટેસ્ટ કરાવી હતી. એ જ દિવસે નૉર્થહૅમ્પટનશર માટે તેણે બે મૅચમાં ૩૯ રન અને ૪ રન કર્યા હતા. નૉર્થહેમ્પટનશર ત્રીજી વખત T20 બ્લાસ્ટ ટ્રોફી જીત્યું હતું.

ક્રિસ લિન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ક્રિસ લિન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં T20 બ્લાસ્ટના ફાઇનલ-ડે પછી કોકેન માટે પૉઝિટિવ ટેસ્ટ આવ્યા પછી ક્રિસ લિનને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ આપી છે કે તેણે ૩૦ ઑગસ્ટ સુધીમાં સસ્પેન્શન અને રીહૅબ પૂર્ણ કર્યું છે. 

૧૮ જુલાઈએ ફાઇનલ-ડેના દિવસે ક્રિસ લિને નિયમિત ઍન્ટિ-ડોપિંગ ટેસ્ટ કરાવી હતી. એ જ દિવસે નૉર્થહૅમ્પટનશર માટે તેણે બે મૅચમાં ૩૯ રન અને ૪ રન કર્યા હતા. નૉર્થહેમ્પટનશર ત્રીજી વખત T20 બ્લાસ્ટ ટ્રોફી જીત્યું હતું. 

T20 બ્લાસ્ટ પછી તરત જ ક્રિસ લિન લંકા પ્રીમિયર લીગ (LPL)માં ભાગ લેવા માટે શ્રીલંકા ગયો અને એક મૅચ રમ્યા પછી પગમાં ઇન્જરીને કારણે ૨૯ જુલાઈના દિવસે તેને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી હતી. ઑગસ્ટની શરૂઆતમાં ક્રિસ લિને ઇંગ્લૅન્ડ બોર્ડના અધિકારીઓની તપાસમાં સ્વીકાર્યું કે તેણે ૧૫ જુલાઈની સાંજથી ૧૬ જુલાઈની સવાર સુધી કોકેનનું સેવન કર્યું હતું.

australia cricket news england blast t20 sports news sports sri lanka