29 October, 2025 10:22 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર ઍશ્લી ગાર્ડનર અને તેની પાર્ટનર મોનિકા રાઇટને મુંબઈમાં હોટેલથી કૅફે સુધી લઈ જવા માટે પોલીસ-સુરક્ષા મળી હતી
ઇન્દોરમાં બનેલી છેડતીની ઘટના બાદ ભારતમાં વિમેન્સ વર્લ્ડ કપ રમી રહેલી મહિલા ક્રિકેટર્સની સુરક્ષા વધારવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર ઍશ્લી ગાર્ડનર અને તેની પાર્ટનર મોનિકા રાઇટને મુંબઈમાં હોટેલથી કૅફે સુધી લઈ જવા માટે પોલીસ-સુરક્ષા મળી હતી. મોનિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે પોલીસ અમને કૅફેમાં લઈ ગઈ. આ ફોટોમાં કારમાં બેઠેલા આ સમલૈંગિક કપલની પાછળ મોટરસાઇકલ પર આવી રહેલા પોલીસ-અધિકારીઓ પણ ફોટો માટે પોઝ આપતા જોવા મળી રહ્યા હતા.