વન-ડે ઑલરાઉન્ડર્સની ટૉપ-ટેન રૅન્કિંગમાં સામેલ થયો અક્ષર પટેલ

16 July, 2026 10:28 AM IST  |  Wales | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં અક્ષર પટેલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો

અક્ષર પટેલ

ઇંગ્લૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં અક્ષર પટેલ ૪ વિકેટ લેવાની સાથે અણનમ ૫૧ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ભારત માટે એક વન-ડે મૅચમાં ફિફ્ટી પ્લસ સ્કોર કરવાની સાથે ૪ કે એથી વધુ વિકેટ લેનાર અક્ષર પટેલ છઠ્ઠો ભારતીય બન્યો હતો.

અક્ષર પટેલે છેલ્લી ૧૦ ઓવરમાં આ ૪ વિકેટ લીધી હતી.

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ બાદ અક્ષર પટેલ ચોથો ભારતીય બન્યો છે જેણે ઇંગ્લૅન્ડ સામે ત્રણેય ફૉર્મેટમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હોય. વન-ડે ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં અક્ષર પટેલ હવે અગિયારમા પરથી નવમા ક્રમે પહોંચી ગયો છે. વન-ડે ઑલરાઉન્ડર્સની ટૉપ-ટેન રૅન્કિંગમાં સામેલ થનાર હાલમાં અક્ષર પટેલ એકમાત્ર ભારતીય છે.

axar patel india indian cricket team team india cricket news sports sports news international cricket council one day international odi