IPLમાં વિદેશીઓએ પણ હિન્દીમાં ઇન્ટરવ્યુ કરવા જોઈએ : અક્ષર પટેલ

06 July, 2026 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલનો એક ફની ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે

અક્ષર પટેલ

ભારતના સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલનો એક ફની ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે. આ ઇન્ટરવ્યુમાં ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે પોતાની ઇંગ્લિશ ભાષા પ્રત્યેની તકલીફો અને વિદેશી પ્લેયર્સ અને કૉમેન્ટેટર્સે હિન્દી શીખવી જોઈએ એ વિશે ખૂલીને વાત કરી છે.

અક્ષર પટેલ કહે છે કે ‘ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મને ઇંગ્લિશની સાથે હિન્દીમાં બોલતા નહોતું આવડતું. અન્ડર-19માં ભારત માટે રમતો થયો ત્યારથી બીજાં રાજ્યના ખેલાડીઓ સાથે રહીને મને હિન્દી બોલતા આવડી ગયું છે, પણ ઇંગ્લિશ બોલવામાં હજી તકલીફ છે.’  

૩૨ વર્ષનો અક્ષર પટેલ આગળ કહે છે કે ‘હવે મને ઇંગ્લિશ સમજ પડે છે. હું એ ભાષામાં સારી રીતે મારા વિચાર સમજાવી પણ શકું છું. જોકે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપતા મને નહીં ફાવે. એ ભાષામાં Those, We, That ક્યારે વાપવાનું એની મને નહીં ખબર પડે. મારું His અને Her બધુ મિસ્ક થઈ જાય છે. જોકે હું હવે એ બાબતે વધારે ટેન્શન નથી લેતો.’

અક્ષર પટેલે અંતે કહ્યું કે ‘આપણને તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ સમજ પડે છે અને આપણે બોલી પણ શકીએ છે. વિદેશી ખેલાડીઓને તો માત્ર ઇંગ્લિશ જ આવડે છે. આ વિદેશીઓ આટલા સમયથી IPL રમવા આવે છે તો એ લોકો કેમ હિન્દી શીખતા નથી. વિદેશી પ્લેયર્સ અને કૉમેન્ટેટર્સે હિન્દીમાં ઇન્ટરવ્યુ કરવા જોઈએ.’

axar patel viral videos india cricket news sports sports news