કાંગારૂઓને કૂપર કોનોલીએ પહેલવહેલી સદી ફટકારીને બંગલાદેશમાં ક્લીન સ્વીપથી બચાવ્યા

15 June, 2026 12:47 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

ત્રીજી વન-ડેમાં ૯ વિકેટે ૨૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો ઑસ્ટ્રેલિયાએ, બંગલાદેશ ૨-૧થી સિરીઝ જીત્યું

બાવીસ વર્ષનો કૂપર કોનોલી ૧૪૯ રન ઝૂડીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ગઈ કાલે બંગલાદેશ સામે ત્રીજી વન-ડે મૅચ એક વિકેટે જીતીને ઑસ્ટ્રેલિયા ક્લીન સ્વીપથી બચ્યું હતું. બંગલાદેશે ત્રણ ફિફ્ટી+ના સ્કોરના આધારે પાંચ વિકેટે ૨૭૪ રન કર્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૪૯.૩ ઓવરમાં ૯ વિકેટે ૨૭૭ રન કરીને ૨૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બંગલાદેશ ઑસ્ટ્રેલિયા સામે પહેલી વખત ૨-૧થી વન-ડે સિરીઝ જીત્યું હતું. 

બંગલાદેશ માટે મિડલ ઑર્ડર્સના બૅટર્સ લિટન દાસે ૭૮ બૉલમાં ૫૮ રન, તૌહીદ હૃદોયે ૮૮ બૉલમાં ૮૩ રન અને મોસાદેક હુસેને ૫૧ બૉલમાં ૫૬ રન કર્યા હતા.ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટ અને મેટ રેનશૉને બે-બે વિકેટ મળી હતી.

૨૨ વર્ષના ઓપનર કૂપર કોનોલીએ ઑસ્ટ્રેલિયા માટે પહેલી સદી નોંધાવીને ૧૩ ફોર અને ૬ સિક્સના આધારે ૧૩૪ બૉલમાં ૧૪૯ રન ઝૂડ્યા હતા. બંગલાદેશના ફાસ્ટ બોલર શોરિફુલ ઇસ્લામે ૧૦ ઓવરમાં ૪૮ રન આપીને ૬ વિકેટ લીધી હતી. અંતિમ પાંચ ઓવર્સમાં ચાર વિકેટ ગુમાવવા છતાં ઑસ્ટ્રેલિયાના પૂંછડિયા બૅટર્સે એક વિકેટ બાકી રહેતાં અંતિમ ઓવરમાં જીત સુનિશ્ચિત કરી હતી. 

sports news sports australia bangladesh cricket news one day international odi