✕

૫૦ રનમાં અંતિમ ૭ વિકેટ ગુમાવીને બંગલાદેશ ૨૭૨ રનમાં ઑલઆઉટ, વેસ્ટ ઇન્ડીઝે ૪ વિકેટે ૧૩૪ રન કર્યા

30 October, 2026 08:46 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

શાદમાન ઇસ્લામે ૨૩૪ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૧૦૫ રન કર્યા હતા. લિટન દાસ ૮૮ બૉલમાં ૩૪ રન કરીને અણનમ રહ્યો હતો. બંગલાદેશે પોતાની અંતિમ ૭ વિકેટ ૫૦ રનની અંદર ગુમાવી દીધી હતી. કૅરિબિયન સ્પિનર જૉમલ વૉરિકને ૨૩.૪ ઓવરમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

કૅરિબિયન સ્પિનર જૉમલ વૉરિકને ૨૩.૪ ઓવરમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ઢાકા ટેસ્ટ-મૅચમાં ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે પહેલા દિવસે ૭૪ ઓવર અને હવે બીજા દિવસે માત્ર ૭૧.૪ ઓવરની મૅચ રમાઈ હતી. યજમાન બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં ૯૭.૪ ઓવરમાં ૨૭૨-૧૦નો સ્કોર કર્યો હતો. દિવસના અંતે વેસ્ટ ઇન્ડીઝે ૪૮ ઓવરમાં ૧૩૪-૪નો સ્કોર કર્યો હોવાથી હજી ૧૩૮ રનથી પાછળ છે. 

શાદમાન ઇસ્લામે ૨૩૪ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૧૦૫ રન કર્યા હતા. લિટન દાસ ૮૮ બૉલમાં ૩૪ રન કરીને અણનમ રહ્યો હતો. બંગલાદેશે પોતાની અંતિમ ૭ વિકેટ ૫૦ રનની અંદર ગુમાવી દીધી હતી. કૅરિબિયન સ્પિનર જૉમલ વૉરિકને ૨૩.૪ ઓવરમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. 

વેસ્ટ ઇન્ડીઝ માટે ઓપનર જૉન કૅમ્પબેલે ૭૮ બૉલમાં ૬ ફોર, બે સિક્સની મદદથી ૫૪ રન કર્યા. ટી. ચંદ્રપૉલ ૧૪૫ બૉલમાં ૪૩ રન કરીને અણનમ રહ્યો હતો. બંગલાદેશી સ્પિનર તૈજુલ ઇસ્લામે ગઈ કાલે બે વિકેટ લીધી હતી. 

west indies cricket news dhaka test cricket sports news sports bangladesh