ડિપ્રેશનના કારણે આ બંગલાદેશી ઑલરાઉન્ડરે લીધો બે મહિનાનો બ્રેક

09 August, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખેલાડીને T20 વર્લ્ડ કપ અને કૅનેડાની ગ્લોબલ T20 લીગમાં સિલેક્ટ ન કરવામાં આવ્યો એના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો છે

મોહમ્મદ સૈફુદ્દીન

દેશમાં હિંસા અને સત્તાપરિવર્તનના માહોલ વચ્ચે બંગલાદેશ ક્રિકેટને એક મોટો ફ્ટકો પડ્યો છે. બંગલાદેશના બોલિંગ-ઑલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીને ડિપ્રેશનના કારણે ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી બે મહિનાનો બ્રેક લીધો છે. ત્રણેય ફૉર્મેટમાં બંગલાદેશ માટે ૪૦થી વધુ વિકેટ લેનાર આ ૨૭ વર્ષના ખેલાડીને T20 વર્લ્ડ કપ અને કૅનેડાની ગ્લોબલ T20 લીગમાં સિલેક્ટ ન કરવામાં આવ્યો એના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો છે. 

bangladesh cricket news sports sports news